અભિમાન્યુને કુંતામાતા દ્વારા બાંધવામાં આવતી ‘અમર રાખડી’ અને તેને વાળવામાં આવેલ સાત ગાંઠોનો અર્થ

" અભિમાન્યુને કુંતામાતા દ્વારા બાંધવામાં આવતી ‘અમર રાખડી’ અને તેને વાળવામાં આવેલ સાત ગાંઠોનો અર્થ "
મહાભારત: દ્રોણપર્વ

કડવું ૨૬ મું રાગ હાસાખીઓ

ગાંઠ વળતાં સતી બોલ્યાં, એક બે ત્રણ ચાર; પાંચ ને છ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ||૧|| ગાંઠ બીજી | સાત આઠ ને નવ દસ, વળી અગિયાર ને બાર; એટલા તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૨॥ ગાંઠ ત્રીજી || તેત્રીસ છત્રી અડતાળીસા, ઓગણપચાસ બાવન સાર, ચોસઠ બોતેર અઠાસીઆ, કરો રક્ષા દસ વાર. ॥૩॥ ગાંઠ ચોથી | સૂતા બેઠેલા ઊભેલા, વળી ભીતર વળી બહાર; તે સહુ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૪॥ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. III ગાંઠ છઠ્ઠી | કાણો કટ્ટો કુબડો, વળી માંકણ ને માંજાર; તે પણ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૬॥ ગાંઠ સાતમી || જોષી ફોશી ડોશી ને ફાતડો, વળી ભાંડ ભરવાડ; તે પણ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. 

સમજૂતિ 

પહેલી ગાંઠનો અર્થ | એક પરમેશ્વર ॥ બે સૂર્યચંદ્ર | ત્રણ ગુણ || ચાર વદે || પાંચ વિષય | છ શાસ્ત્ર | 

બીજી ગાંઠનો અર્થ ।। સાત સમુદ્ર ॥ આઠ તે અષ્ટકુળ પર્વતા નવ તે નવકુળ નાગ II દસ દસ અવતાર | અગિયાર તે અગિયાર રુદ્ર ॥ બાર તે બાર મેઘ | 

ત્રીજી ગાંઠનો અર્થ || તેત્રીસ તે તેત્રીસ કોટી દેવા છત્રીસ તે છત્રીસ રાગણી || અડતાળીસ તે અડતાળીસ અગ્નિ ।  ઓગણપચાસ તે ઓગણપચાસ વાયુ || બાવન તે બાવન વીર || ચોસઠ તે ચોસઠ જોગણી || બોતેર તે બોતેર કોટી દાનવ || અઠ્યાસી તે અઠ્યાસી સહસ્ત્ર ઋષિ / 

ચોથી ગાંઠનો અર્થ || સુતા તે શેષશાયી || બેઠેલા પારસનાથ || ઊભેલા રણછોડરાય ॥ ભીતર તે ચૈતન્ય આત્મા || બહાર તે સ્વરૂપે પરમાત્મા || 

પાંચમી ગાંઠનો અર્થ | બે જળચર તે મત્સ્યાવતાર ને કુર્યાવતાર | બે વનચર તે નૃસિંહ અવતાર ને વરાહ અવતાર. ॥ બે રાજકુમાર તે રામાવતાર ને કૃષ્ણાવતાર ॥ 

છઠ્ઠી  ગાંઠનો અર્થ ॥ કાંણો તે દૈત્યોનો ગુરૂ શુક્રાચાર્ય ॥ ટટ્ટો તે શિવનો પુત્ર પતિ કુબડો તે કુબડા અંજીરા ઋષિ | માંકડ તે હનુમાનજી ॥ માંજાર તે ઈન્દ્રરાજા ગૌતમના ઘરમાંથી બિલાડી રૂપે નાઠો હતો. ॥ 

સાતમી ગાંઠનો અર્થ | ડોસી તો હું જોષી તે સહદેવ | ફોશી તે ધર્મ કે જેને યુદ્ધમાં જતા કંટાળો સવે ॥ ફાતડો અર્જુનજી જે બાર માસ સુધી વૈરાટનગરમાં વ્યંઢળ વેષે રહ્યા । ભાડ નારદજી કે જ્યાં જાય ત્યાં લડાઈઓ કરાવે | ભરવાડ તે કૃષ્ણજી જેમણે ગોકુળમાં અગિયાર વરસ ને બાવન દિવસ રહી ગાયો ચારી. ॥ તે રીતે સાત ગાંઠોનો અર્થ.

---*---   ---*---    ---*---   ---*---   ---*---    ---*--- 

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડા ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વત્થામા, એને મોત ભમે છે સામાં,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

---*---   ---*---    ---*---   ---*---   ---*---    ---*---

Comments

Popular posts from this blog

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 4