Posts

Showing posts from October, 2020

બાળપણ ની યાદ તાજી કરતો નવરાત્રી વિશેષ લેખ

Image
★ બાળપણ ની યાદ તાજી કરતો નવરાત્રી વિશેષ લેખ ★ ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મુળિયા આમ તો ઘણા ઊંડા હોય, આજે પણ પ્રાચીન પરંપરાઓ ચાલતી આવે છે છતાં પણ અનેક સંસ્કૃતિ લુપ્ત થવાને આરે પહોંચી હોય તેમ કહી સકાય છે. પ્રાચીન પરંપરાની જાળવણી સૌરાષ્ટ્રના ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે છે જયારે મહાનગરો આવા રીવાજો હવે ભૂલવા લાગ્યા છે તેવી જ એક પ્રાચીન સંસ્કૃતિ “ઘોઘા”અને “ગરબા” ની છે. ગરબો એટલે ઘણા કાણાં કરેલું એક નાનકડું માટલું અને ઘોઘો એટલે માટી નું નાનકડું મંદિર. 👉 ગરબા વિશે...  સૌરાષ્ટ્રમાં નવરાત્રી સમયે નવ દિવસ માથે ગરબો મૂકી ઘેર ઘેર ગાવા જતી બળાઓનું દ્રશ્ય મનમોહક હોય છે જાણે સાક્ષાત જગદંબા ગરબો લઈને ધરતી પર આવી હોય. સાંજ પડે અને બળાઓ માથે ગરબો લઈને આસપાસ ની શેરી સોસાયટી અને આખા ગામ માં ગરબો ગાવા નીકળી પડે. સૌ પડોશી, આજુ બાજુંના દુકાનદાર બાળાને ખુશ કરવા ગરબામાં તેલ પુરે, રોકડા પૈસા આપે, ચોકલેટ બિસ્કિટ આપે અને બાળાઓને ખુશકરે. 👉 ગરબામાં તેલ પુરાવવાના ગીતો ... ગરબડીયો ગોરાવો ગરબે જાય રે મે લાવો રે, હું નેપ નો’તી મારે પારસભાઈ છે વીરા રે, વીરા વીરાના તોરણિયા કાંઈ આંગણિયું શણગારું રે, શેર મોતી લાડવ