Posts

ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ?

  ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ? હિન્દુ ધર્મમાં, ગૌરીના પુત્ર ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ, કીર્તિ, અવરોધો અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર કરે છે. ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ ચઢાવે છે. ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો. પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम | ’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની,

'ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ

Image
👳 ભડલી કોણ હતા ? 👱 'ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ  વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે. ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ,

સાચી મિત્રતાની અણમોલ કથા

Image
"સાચી મિત્રતાની અણમોલ કથા" ★ બાર ખોળિયા ને એક જીવ : બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના ★ આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડાચારસો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર બાર ભાઈબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાંને જાણે આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો ! બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.’ આ બારેયનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ, જેને દેવીની શકિતના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈનીય સામે માથું ન ટેકવવાનું નીમ હતું. ધાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ — બધા પરજિયા ચારણ, જ્યારે બારમો કેશવગર બાવાજી. સૂરજ-ચંદ્રની સખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વિસળ રાબો: પરજિયો ચારણ: સાત ગામડાંનો ધણી: હળવદના રાજસાહેબનો જમણો હાથ: જેના વાંસામાં જોગમાયાનો

અભિમાન્યુને કુંતામાતા દ્વારા બાંધવામાં આવતી ‘અમર રાખડી’ અને તેને વાળવામાં આવેલ સાત ગાંઠોનો અર્થ

Image
" અભિમાન્યુને કુંતામાતા દ્વારા બાંધવામાં આવતી ‘અમર રાખડી’ અને તેને વાળવામાં આવેલ સાત ગાંઠોનો અર્થ " મહાભારત: દ્રોણપર્વ કડવું ૨૬ મું રાગ હાસાખીઓ ગાંઠ વળતાં સતી બોલ્યાં, એક બે ત્રણ ચાર; પાંચ ને છ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ||૧|| ગાંઠ બીજી | સાત આઠ ને નવ દસ, વળી અગિયાર ને બાર; એટલા તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૨॥ ગાંઠ ત્રીજી || તેત્રીસ છત્રી અડતાળીસા, ઓગણપચાસ બાવન સાર, ચોસઠ બોતેર અઠાસીઆ, કરો રક્ષા દસ વાર. ॥૩॥ ગાંઠ ચોથી | સૂતા બેઠેલા ઊભેલા, વળી ભીતર વળી બહાર; તે સહુ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૪॥ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. III ગાંઠ છઠ્ઠી | કાણો કટ્ટો કુબડો, વળી માંકણ ને માંજાર; તે પણ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર. ॥૬॥ ગાંઠ સાતમી || જોષી ફોશી ડોશી ને ફાતડો, વળી ભાંડ ભરવાડ; તે પણ તુજ રક્ષા કરો, દિનમાં દસ દસ વાર.  સમજૂતિ   પહેલી ગાંઠનો અર્થ | એક પરમેશ્વર ॥ બે સૂર્યચંદ્ર | ત્રણ ગુણ || ચાર વદે || પાંચ વિષય | છ શાસ્ત્ર |  બીજી ગાંઠનો અર્થ ।। સાત સમુદ્ર ॥ આઠ તે અષ્ટકુળ પર્વતા નવ તે નવકુળ નાગ II દસ દસ અવતાર | અગિયાર તે અગિયાર રુદ્ર ॥ બાર તે બાર મેઘ |  ત્રીજી

રક્ષાબંધનની ઉજવણી પહેલા આટલું જાણવું જરૂરી

Image
" રક્ષાબંધનની ઉજવણી પહેલા આટલું જાણવું જરૂરી " ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે. શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા

રાધાજીનું ઝાંઝરીયુ

Image
★ રાધાજીનું ઝાંઝરીયુ ★   રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ [૨] માતાજીએ હરખે પહેરાવ્યું રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ચાર પાંચ સહીયર ભેળા થઈને [૨] ચાલો રાધા પાણીએ [૨] રાધાજીનું ઝાંઝરીયુ સોનલા ઈંઢોણી ને રૂપલાનું બેડલું [૨] રાધાજી પાણી ચાલ્યા રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા [૨] ઝાંઝર જળમાં ડૂબ્યું રે [૨] રાધાજીનું ઝાંઝરીયું ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂએ છે [૨] સહીયર છાના રાખે રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ગાયો ચરાવતો એક ગોવાળ આવીયો [૨] રાધાજીને પૂછવા લાગ્યો રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ઝાંઝર કાઢો તો એક દોકડો આપું [૨] કોઈક દિન માખણ આપું રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ કછોટો વાળીને પ્રભુ જળમાં રે પડીયા [૨] ઝબકે ઝાંઝર લાવ્યા રે [૨] રાધાજીનું ઝાણ્ઝરીયું દોકડો ન આપ્યો ને માખણ ન આપ્યું [૨] રાધાજીએ અંગુઠો બતાવ્યો રે રાધાજીનું ઝાંઝરીયુ ચાર પાંચ ગોવાળ ભેળા થઈને [૨] રાધાને રસ્તે રોક્યાં રે [૨] રાધાજીનું ઝાંઝરીયું રાધાજી તે પ્રભુજીને પાયે પડીયાં [૨] તમે જીત્યા ને અમે હાર્યાં રે [૨] રાધાજીનું ઝાંઝરીયું માખણ જોઈયે તો બરસાના આવજો  દોકડો જોઈયે તો ગોકુળમાં આવજો પ્રભુજી મંદિર જઈને ઊભ

વિર માંગડાવાળા ના દુહા

Image
વિર માંગડાવાળા ના દુહા વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, (પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ, ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો. ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો, ઝાઝા દેજો જુહાર, મરતાં બોલ્યો માંગડો. વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો, (ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો. સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની, કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી. મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના, રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો. સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે. હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ, પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં. માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં, વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના. ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા, તન સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ. સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં, વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં. જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન, અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ. સખ હૂતું સગા, (