Posts

Showing posts from July, 2017

રત્નકણિકા

રત્નકણિકા આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં - *રમેશ પારેખ* જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક. - *અનીલ જોશી* મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! - *ઓજસ પાલનપુરી* પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.! - *અનિલ ચાવડા* અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં, તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં - *સૈફ પાલનપુરી* ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ - *હરીન્દ્ર દવે* તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે – *ખલીલ ધનતેજવી* આપણા ઘરમાં જ હો ચાલે નહીં એમના ઘરમાંય બારી જોઈએ – *મુકેશ જોશી* બેરુખી ઈસ સે બડી ઔર ભલા ક્યા હોગી એક મુદ્દત સે હમેં ઉસને સતાયા ભી નહીં – *કતીલ શિફાઈ* મુઝ કો ભી શૌક થા નયે ચેહરોં કી દીદ કા રાસ્તા બદલ કે ચલને કી આદત ઉસે ભી હૈ – *મોહસીન નકવી* યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા ઊડતી આવી પરી ને બાળપણ બેઠ

ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ

ભડલી કોણ હતા ?  'ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે. ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ, વીજળી,

બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય

💐બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય💐 શિવની પૂજા-ઉપાસનાના વિવિધ રૃપ દેશભરમાં ફેલાયેલ અનેક મંદિરોમાં જોવા મળે છે. આમાંથી બાર જ્યોતિર્લિંગને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના સ્વરૃપમાં શિવજયોતિ અને અગ્નિના રૃપમાં પૂજવામાં આવે છે. આ પ્રકારના જ્યોતિર્લિંગને દેવી રૃપમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. પ્રત્યેક જ્યોતિર્લિંગની તેના મહત્ત્વની કથા વણાયેલી છે. દેશના જુદા જુદા ખૂણાઓમાં બાર જ્યોતિર્લિંગો ફેલાયેલા જોવા મળે છે. 💐સોમનાથ : બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મ