Posts

Showing posts from December, 2020

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.

Image
શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ. જય શ્રીકૃષ્ણ..  શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં ૫૧૧૬ વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય.. ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ  ૧. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત. ૨. મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૧૮ અધ્યાય એટલે જ ગીતા. ૩. સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ – જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્

કવિતામાં કૃષ્ણ અને કૃષ્ણની કવિતાઓ...

Image
(૧) આજે કૃષ્ણજન્મનો પર્વ છે એટલે જે રાત્રે કૃષ્ણનો જન્મ થયો અને પછી વાસુદેવ ટોપલામાં મૂકીને કાન-કુંવરને લઈ જાય છે એનું સરસ મધુરું વર્ણન કરતી માધવ રામાનુજની આ કવિતાઃ એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર, મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર… પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો; એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં… ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ; એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ, પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં… કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ; મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ, એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં… (૨) ઈશુદાન ગઢવીની ખૂબ જ સુંદર રચના - શું રે જવાબ દઈશ માધા? - ને લોકો આજે પણ ભૂલ્યાં નથી. શ્રી ભીખુદાન ગઢવીએ મુંબઈની મોરારીબાપુની રામકથા વખતે આ કવિતા ગાઈ હતી. દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાના, ઓ

ચાર વેદના ચાર વાક્યો

Image
ચાર  વેદના ચાર વાક્યો સામવેદ કહે છે – तत्वमसी, યજુર્વેદ કહે છે – अह्म ब्रम्हास्मि, ૠગવેદ કહે છે – प्रज्ञानं ब्रम्ह, અથર્વવેદ કહે છે – अयमात्मा ब्रम्ह.   ઉપનિષદોના મહાવાક્યોથી આત્મા-પરમાત્મા વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે: 1. અહમ બ્રહ્માસ્મિ: હું જ બ્રહ્મ છું એટલે કે હું – આત્મા એ જ મારું સાચું સ્વરૂપ બ્રહ્મ છે. 2. તત્વમસિ: (તત + ત્વમ + અસિ) એટલે કે તે જ તું છે – આર્થાત આત્મા જ પરમાત્મા છે. 3. અયમ આત્મા બ્રહ્મ: આપણા બધાનો આત્મા બ્રહ્મ જ છે. 4. પ્રજ્ઞાનમ બ્રહ્મ: પ્રજ્ઞા – પરમ ચૈતન્ય એ જ બ્રહ્મ છે. 5. સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ: સર્વ જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે. વેદ એ વિશ્વના પ્રથમ ધર્મગ્રંથ છે. તેના આધારે દુનિયાના અન્ય ધાર્મિક ઉપદેશો ઉત્પન્ન થયાં, જેઓ વેદના જ્ઞાનને પોતાની રીતે અલગ અલગ અલગ ભાષા પ્રચારિત કરે છે. વેદ ઇશ્વર દ્વારા ઋષિઓને સંભળાવેળ જ્ઞાન પર આધારિત છે એટલા માટે તેને શ્રુતિ પણ કહેવાય છે. સામાન્ય ભાષામાં વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદ પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનનો અથાગ ભંડાર છે. મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન છે. વેદનો માં બ્રહ્મ (ઈશ્વર), દેવતા, બ્રહ્મ, જ્યોતિષ, ગણિત,

આજે ગીતા જયંતિ

Image
આજે ગીતા જયંતિ જય શ્રીકૃષ્ણ, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસે ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે. યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણે કુલ ૭૦૦ અર્થસભર શ્વ્લોકોનો અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે મહર્ષિ વેદવ્યાસે પોતાની આગવી સૂઝબૂઝ તથા આવડતથી અલગ તારવીને આપણને ગીતાજી નામના પવિત્ર અને પાવન ગ્રંથની ભેટ આપી અને તેનું નામકરણ ભગવદ્‌ ગીતા એવું આપ્યું. "ભગવદ્" નો અર્થ થાય ભગવાન દ્વારા અને "ગીતા"નો અર્થ થાય ગવાયેલુ, કેટલો સુંદર અર્થ . માગશર સુદ એકાદશીના દિને શ્રીકૃષ્ણે ગીતાજીના જ્ઞાનામૃતનું રસપાન અર્જુનજીને કરાવ્યું હતું. જેનો લાભ અનેક યુગો પછી પણ ભારતવર્ષને મળતો રહ્યો છે. તેથી માગશર સુદ-૧૧ ગીતાજયંતિ તરીકે ઉજવાય છે. તે શ્રીકૃષ્ણ પરમાત્માનું શબ્દામૃત છે. અધ્યાત્મક્ષેત્રે તથા જે જીવાતા જીવનમાં સફળ થવા માટેના આચરણનું શાસ્ત્ર છે. "ગીતામમ હૃદયમ" એમ કહી શ્રીકૃષ્ણે તેને પોતાનું હૃદય ઘોષિત કર્યું છે. પરમાત્માના હૃદયરૃપ ગીતાજી વ્યક્તિ- સમષ્ટિને માટે વરદાન રૃપ પ્રભુન

સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ના તમામ પુસ્તકો 50% કિંમતે

Image
🙏  શ્રી સચ્ચિદાનંદજી સેવા-આશ્રમો 🙏  ( પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ. ) ‐---------------------------------------------- 1) ભક્તિ નિકેતન આશ્રમ.  પો.બો.નંબર  19 દંતાલી-388450 તા.પેટલાદ  ફોન-94261 41601(ઓફીસ) 2) સાધનાશ્રમ  કોબા-382009 જિ.ગાંધીનગર  ફોન નંબર:- 079-23276226 3) વૃદ્ધાશ્રમ પાટણ રોડ,  ઊંઝા-384170 જિ.મહેસાણા  ફોન-96382 54483 👉 બધાં આશ્રમ પર પૂજ્ય મહર્ષિ સ્વામિ  શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના પુસ્તકો કાયમ માટે 50%  કિંમતે થી મળશે.   આ ઉપરાંત પૂજ્ય મહર્ષિ સ્વામિ  શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના પ્રવચનોની પેનડ્રાઇવ 16 GB (રૂ.400) અને 32 GB (રૂ.500)  કિંમતે મળી શકે છે.  👉 પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી પુસ્તકો ની યાદી નીચે મુજબ છે. 1)  ભારતીય દર્શનો (100) 2)  શિવતત્ત્વનિર્દેશ (100) 3)  પ્રવચનમંગલ (110) 4)  આપણે અને સમાજ (125) 5)  સંસાર-રામાયણ * (E) (500) 6)  શ્રીકૃષ્ણલીલારહસ્ય * (250) 7)  વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (H) (150) 8)  વેદાન્ત-સમીક્ષા * (175) 9)  મારા અનુભવો *(H)(E)(100) 10)  ધર્મ (90) 11)  ચાલો, અભિગમ બદલીએ *(120) 12)  ગ

પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ (દંતાલી વાળા ) ના પુસ્તકો ( છાપેલી કીંમતના 50% ડિસ્કાઉન્ટ + કૂરિયર ચાર્જ

Image
પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ  શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ (દંતાલી વાળા ) ના  પુસ્તકો ( છાપેલી કીંમતના 50% ડિસ્કાઉન્ટ + કૂરિયર ચાર્જ ) તથા    પ્રવચનોની 16GB અને 32GB પેનડ્રાઇવ ( માર્ગદર્શિકા બુક  સાથે ) ઘરબેઠા મેળવવા માટે વૉટ્સએપ મોબાઈલ નંબર. 👉 98241 12625 ઉપર સંપર્ક કરવો. ( મીનીમમ 5 પુસ્તકો.) * આખું નામ:- * સરનામું :- * મો.નંબર:- * જોઇતા પુસ્તકોના નામનું લિસ્ટ:- --------------------------------- 1)  2) 3) . . . 👉 ( જ્યારે પુસ્તકો મોકલવામાં આવે, ત્યારે ઑનલાઇન  પેમેન્ટ કરવાનું રહેશે.)  ( વિગતવાર વૉટ્સએપ પર મોકલવા વિનંતી છે.)                              આભાર                                હરિૐ                              ધન્યવાદ                             🙏🙏🙏