Posts

Showing posts from 2021

રાધાજીનું ઝાંઝરીયુ

Image
★ રાધાજીનું ઝાંઝરીયુ ★   રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ [૨] માતાજીએ હરખે પહેરાવ્યું રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ચાર પાંચ સહીયર ભેળા થઈને [૨] ચાલો રાધા પાણીએ [૨] રાધાજીનું ઝાંઝરીયુ સોનલા ઈંઢોણી ને રૂપલાનું બેડલું [૨] રાધાજી પાણી ચાલ્યા રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા [૨] ઝાંઝર જળમાં ડૂબ્યું રે [૨] રાધાજીનું ઝાંઝરીયું ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂએ છે [૨] સહીયર છાના રાખે રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ગાયો ચરાવતો એક ગોવાળ આવીયો [૨] રાધાજીને પૂછવા લાગ્યો રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ ઝાંઝર કાઢો તો એક દોકડો આપું [૨] કોઈક દિન માખણ આપું રે [૨] રાધાજીનું ઝાંઝરીયુ કછોટો વાળીને પ્રભુ જળમાં રે પડીયા [૨] ઝબકે ઝાંઝર લાવ્યા રે [૨] રાધાજીનું ઝાણ્ઝરીયું દોકડો ન આપ્યો ને માખણ ન આપ્યું [૨] રાધાજીએ અંગુઠો બતાવ્યો રે રાધાજીનું ઝાંઝરીયુ ચાર પાંચ ગોવાળ ભેળા થઈને [૨] રાધાને રસ્તે રોક્યાં રે [૨] રાધાજીનું ઝાંઝરીયું રાધાજી તે પ્રભુજીને પાયે પડીયાં [૨] તમે જીત્યા ને અમે હાર્યાં રે [૨] રાધાજીનું ઝાંઝરીયું માખણ જોઈયે તો બરસાના આવજો  દોકડો જોઈયે તો ગોકુળમાં આવજો પ્રભુજી મંદિર જઈને ઊભ

વિર માંગડાવાળા ના દુહા

Image
વિર માંગડાવાળા ના દુહા વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, (પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ, ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો. ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો, ઝાઝા દેજો જુહાર, મરતાં બોલ્યો માંગડો. વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો, (ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો. સોડ્યું લાવો સાત, માંગડાના મોસાળની, કરશો મા કલ્પાંત, પારે ઊભી પદ્માવતી. મારા પંડ પર કોઈ, રાતા છાંટા રગતના, રિયા જનમારો રોઈ, મીટે ન ભાળું માંગડો. સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે. હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ, પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં. માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં, વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના. ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા, તન સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ. સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં, વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં. જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન, અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ. સખ હૂતું સગા, (