Posts

Showing posts from 2017

ગીરનાર ની પરિક્રમા

Image
◆ ગીરનાર ની પરિક્રમા ◆ ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી . ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે

નમીએ ગિરનાર

Image
" નમીએ ગીરનાર " ઐતીહાસીકશહેર જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે. ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે. ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

◆ ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ ◆ ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્યા યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્વાદિષ્ટ ભોજનથી ખુબજ પ્રસન્નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્યારથી યમરાજ દર વર્ષે નિત્ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી

મહા પર્વ દિવાળી : છ દિવસનું પર્વ - ખુશીઓનો ઝગમગતો ઉત્સવ

દિવાળી : છ દિવસનું પર્વ - ખુશીઓનો ઝગમગતો ઉત્સવ દિવાળી સૌથી મોટો મહત્વ ધરાવતો તહેવાર સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો છ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા છ તહેવારોના આગાવાં નામ છે, આગાવી ઓળખ છે અને ઉજવણીની આગાવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના નામ એક જ નામ નીચે કેવાં સંપીને સમાઈ ગયા છે ! આ તહેવારો પાસેથી આપણે ઘણું શીખ્યા છીએ અને શીખીએ છીએ. વાઘબારસથી ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સળંગ છ દિવસ સુધી ઊજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે.  તો ચાલો જાણીએ કે આ છ દિવસનું શું મહત્વ છે ! વાઘબારસ : દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણીતી લોકવાયકા મુજબ ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યો હોવાથી આ દિવસ વાઘબારસ તરીકે ઊજવવામાં આવે છે. આ પવિત્ર દિને ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ : આસો માસના કૃષ્ણપક્ષની તેરસનો આ દિવસ ‘ધનતેરસ’ ના નામથી ઓળખાય છે. કારણ કે તેનો સંબંધ, તેનું મહાત્મ્ય ધન એટલે કે લક્ષ્મી સાથે સંકળાયેલું છે.  આ દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. આમ લક્ષ્મી એ માત્ર ના

મહાપર્વ દિવાળી : જાણવા જેવું

★ મહાપર્વ દિવાળી : જાણવા જેવું ★ દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતકમહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે. ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર