Posts

Showing posts from 2019

वेदों के चार महावाक्य...

१) प्रज्ञानं ब्रह्म - ऋगवेद प्रज्ञा रूप (उपाधिवाला) आत्मा ब्रह्म है... २) अहम् ब्रह्मास्मि - यजुर्वेद मैं ब्रह्म हू... ३) तत्वमसि [तत त्वम असि] - सामवेद वह पूर्ण ब्रह्म तू है... ४) अयं आत्म्ब्रह्म - अथर्व-वेद यह (सर्वानुभाव सिद्ध अपरोक्ष) आत्मा ब्रह्म है... पहला महावाक्य ऋग्वेद के ऐतरेय उपनिषद में उद्धृत किया गया है , जिसे ' लक्षणा वाक्य ' भी कहा गया है। इसका संबंध ब्रह्म की चैतन्यता से है , क्योंकि इसमें ब्रह्म को चैतन्य रूप में रखा गया है। दूसरा महावाक्य यजुर्वेद के वृहदारण्यक उपनिषद से लिया गया है। इसकी खासियत यह है कि इसमें यह जताने की कोशिश की गई है कि हम सभी ब्रह्म (अहं ब्रह्मास्मि) हैं। इसे ' अनुभव वाक्य ' भी कहते हैं और इसके मूल स्वरूप को सिर्फ अनुभव के जरिए हासिल किया जा सकता है। तीसरा महावाक्य सामवेद के छांदोग्य उपनिषद से लिया गया है। इस महावाक्य ' तत त्वम असि ' का मतलब यह है कि सिर्फ मैं ही ब्रह्म नहीं हूं , आप भी ब्रह्म है , बल्कि विश्व की हर वस्तु ही ब्रह्म है। इसे उपदेश वाक्य भी कहा जाता है। यह उपदेश वाक्य इसलिए भी कहा जाता है , क्योंकि इ

દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત

★ દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત ★ દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. રવિવારે દિવાસો અને ત્યારબાદ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.   એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.   જોકે, દિવાસાથી દિવાળી સુધી તહેવારોની મોસ

હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા અમને જરૂર છે કેશની (રોકડા ની) ! હાલો પથ્થારી ફેરવીએ દેશની ! છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા આ વર્ષોની વાર્તાયું મેલો સાત પેઢી નિરાંતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો દો’વા દે ત્યાં લગી જ આરતીયું ઊતરે છે કાળી ડિબાંગ આ ભેંશની હાલો પથ્થારી ફેરવીએ દેશની ! ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે હવે ચોકમાં દાણા તો નાખો ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે ? પણ આપણા પચાસ ટકા રાખો ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર આપી દ્યો એજન્સી ગેસની હાલો પથ્થારી ફેરવીએ દેશની ! દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ વાગે છે નીત નવાં ઢોલ જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદ્દલ ભજવશે ઇ રોલ નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને – ભલે આપણે ત્યાં ભજવાતા વેશની હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે

શ્રી અર્જુન ગીતા 

Image
શ્રી કૃષ્ણ કહે સાંભળ અર્જુન ભક્તિ વિષે તમે રાખો મન ભક્તિ થકી અળગો નવ ખસું હદય કમળમાં વાસો વસું.  મારી દેહ મારા ભક્તોને સહી તેમાં ભિન્ન ભેદ તમે જાણો નહિ  મને ભક્ત વહાલા છે ઘણું હું કારજ કરું સેવક તણું  ભક્ત તણું હું રક્ષણ કરું હસ્ત છાયા મસ્તક શિર ધરું  ભક્તિ ઉપર છે મારું મન ધેનુ ચરાવા ઈચ્છું વન  ખરો મિત્ર મૂકું નહિ ઘડી મને સેવકની ચિંતા ઘણી  ખાય ખર્ચે મુજ નિમિત્ત કરી અક્ષય ભંડાર તેને આપું ભરી  પાષાણમાંથી પ્રગટ જ થઈ ભક્ત માગે તે આપે સહી  સુખ દુઃખનો વાધ્યો સંબંધ અક્ષર લખ્યા પહેલે દિન મારું લખ્યું ફોગટ નવ થાય ચાહે દેશ મેલી પરદેશે જાય,  ભલું ભૂં ડું માથે નવ લઉં હૃદયમાં બેસી શિખામણ દઉં  મારી માયા કોઈ નવ લહે શ્રીફળમાં જેમ પાણી રહે  કોટિ બ્રહ્માંડ ભાંગું ને ઘડું એક પલકમાં હું પેદા કરું  જળ સ્થળ પૃથ્વી ને આકાશ સર્વ ભૂતલમાં મારો વાસ  જપ તપ તીરથ મારું કરે એ સહુ નીર સાગરમાં ભરે  એવું જાણી જે મુજને ભજે મોહ માયા અહંકાર તજે  સર્વ લોકને સરખા જાણ કીડી કુંજર એક સમાન  રાત દિવસ હરિના ગુણ ગાય ત્યાં મારું મન પ્રસન્ન થાય  મને જે મન સોંપે તે ખરું તેની ઇચ્છા હું પૂર્ણ કરું  એક ત

એકલો જાને રે …..

◆ એકલો જાને રે …..◆ તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌનાં મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય; જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય; ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો … જો સૌએ પાછાં જાય, ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય; ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે ! – તારી જો … જયારે દીવો ન ધરે કોઇ, ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ, જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ; ત્યારે આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો … રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ) ◆ एकला चलो रे (चल अकेला रे) ◆ तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे ओ तू चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे तेरी आवाज़ पे कोई ना आये तो फिर चल अकेला रे फिर चल अकेला चल अकेला चल अकेला चल अकेला रे यदि कोई भी ना बोले ओरे ओ रे ओ अभागे कोई भी ना बोले यदि सभी मुख मोड़ रहे सब डरा करे तब डरे बिना ओ तू मुक्

"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા"

"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા' આજના દિવસે હું સત્યનિષ્ઠા પૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે, હું માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરીશ. હું વાહન ચલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ અવશ્ય સાથે રાખીશ. હું ગાડી ચલાવતા પહેલા સીટ બેલ્ટ અને હેલ્મેટ નો ઉપયોગ અવશ્ય કરીશ. હું ઓવરટેક કરતી વખતે માર્ગ સુરક્ષા ના નિયમોનું ધ્યાન રાખીશ. હું વાહન ચલાવતી વખતે મોબાઇલ તેમજ ઈયરફોન નો ઉપયોગ કરીશ. વાહન પરથી ઉતારતા સમયે તથા દરવાજો ખોલતી વખતે સાવધાની રાખીશ. હું માર્ગ પર થયેલ કોઈપણ અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિને નજરઅંદાજ નહિ કરુ તેમજ એમને જરૂરી મદદ કરીશ. હું નાની ઉંમરના બાળકોને ડ્રાઇવિંગ લાઈસેન્સ વગર વાહન ચલાવવાની પરવાનગી આપીશ નહી. હું જાણું છું કે, મારી માર્ગ સુરક્ષા પ્રત્યેની નાની ભૂલ મારા પરિવાર, રાષ્ટ્ર અને સમાજને નુકશાન કરી શકે છે. માટે, હું માર્ગ સુરક્ષા નિયમો નું પાલન કરીને મારુ તથા અન્યોનું જીવન બચાવવા વચનબદ્ધ રહીશ. જય માર્ગ સુરક્ષા જય હિન્દ વંદે માતરમ