Posts

Showing posts from September, 2017

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 5

🕉 શ્રાદ્ધનો મહિમા : શ્રદ્ધા, માન્યતા, વિજ્ઞાન, અને ધર્મ 🕉 ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન કરાવાય છે. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે, તે જ દર્શાવે છે કે કળિયુગમાંય શ્રાદ્ધવિધિમાં લોકોની શ્રદ્ધા જળવાઈ રહી છે.  ગરુડપુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધના સંવાદનો ઉલ્લેખ છે. ભગવાન કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જે સમયાનુસાર શ્રધ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમના કુળમાં કોઈ દુ:ખી નથી થતું અને સંતતિ, સંપત્તિ, યશ, બળ, કીર્તિની પ્રાપ્તિ કરે છે.’ દેવકાર્ય કરતાં પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્ર નિમીએ કર્યાનો દાખલો છે. નિમીનો શ્રીમાન નામનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં નિમીએ અનેક ચીજોનું દાન કરી તર્પણ કર્યું હતું. જોકે આ શ્રાદ્ધ અજાણતા જ થયું હતું તો એથીયે પહેલાં દશરથજીના અવસાન બાદ વનવાસ દરમિયા

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 4

● જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું   ● ભાદરવી પૂનમ સાથે જ કાલથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧6 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. આવતીકાલે પૂનમ અને એકમ બંનેનું શ્રાદ્ધ છે. ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૃરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે.  વાય

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 3

★ ભારતનાં શ્રાદ્ધ તીર્થો ★ પિતૃઓ નિમિત્તે જે કર્મ શ્રદ્ધાથી કરવામાં આવે છે તેને જ શ્રાદ્ધ કહે છે. હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે માતા-પિતા અને પૂર્વજોને પ્રણામ કરવા એ આપણું કર્તવ્ય છે. એક વાત તો સૌએ સ્વીકારવી જ રહી કે આપણા પૂર્વજોની વંશ પરંપરાને કારણે જ આપણે આજે આ જીવન જીવી રહ્યા અને આનંદ મેળવી રહ્યા છીએ. તેમના આત્માને તૃપ્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પિતૃઓને ખુશ કરવાની તૈયારીઓ કરી લઈએ હિન્દુ ધર્મમાં ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિધિ કે ક્રિયા કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરવામાં આવે છે. જો કોઈ કારણસર પિતૃઓના આત્માને મુક્તિ પ્રદાન ન થઈ હોય અને પ્રેત યોનિમાં તે ભટક્યા કરતો હોય તો તેમની શાંતિ માટે વિશિષ્ટ એવું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. વસુ, રુદ્ર અને આદિત્યને શ્રાદ્ધના દેવતા માનવામાં આવે છે. દરેક વ્યક્તિના ત્રણ પૂર્વજ પિતા, દાદા અને પરદાદાને ક્રમશઃ વસુ, રુદ્ર અને આદિત્ય સમાન માનવામાં આવે છે

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 2

◆ શ્રાદ્ધ સંબંધી આ 7 સવાલોના જવાબ, જેની જાણકારી દરેકને હોવી જોઇએ! ◆ દર વર્ષે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? એવો પ્રશ્ન દરેક નવી પેઢીના લોકોને થતો હતો પરંતુ જો તમે આપણી પ્રાચીન પરંપરાની કેટલીક હકીકતો જાણશો તો તમે પણ ચોક્કસ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરશો. હિન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે. જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તી કહેવામાં આવે છે. આથી આવા આત્મસાક્ષાત્કારીને ભુમીદાહ દેવામાં આવે છે અને તેની સમાધી બનાવવામાં આવે છે. કેમ કે એને કોઈ પણ જાતની વાસના રહેલી હોતી નથી. આથી આવા આત્મા સ્થૂળ શરીરની આસપાસ ફરતાં રહેતા નથી. પણ જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાશક્તિ પણ હોવાની, આથી જો સ્થૂળ દેહને બાળવામાં આવે તો આત્માની એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હિન્દુઓમાં અગ્નીદાહની પ્રથા છે. દરેક માટે એ સમય સરખો હોતો નથી. કોઈકને બહુ જ ટુંકા સમયમાં પુનર્જન્મ મળી જાય – ખરેખર તો એ ધારણ કરે. એનો આધાર આત્માની ગુણવત્તા પર ર

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 1

🕊 શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ : ।।ॐ अर्यमा न त्रिप्य्ताम इदं तिलोदकं तस्मै स्वधा नमः।...ॐ मृत्योर्मा अमृतं गमय।। પિતરોમાં અર્યમા શ્રેષ્ઠ છે. અર્યમા પિતરોના દેવ છે. અર્યમાંને પ્રણામ. પિતા, પિતામહ અને પપિતામહ છે. માતા, માતામહ અને પમાતામહ તમને પણ વારંવાર પ્રણામ. આપ અમોને મૃત્યુથી અમૃતની તરફ લઈ ચાલો.પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓ કે પિતરોને ચોખા કે તલ મિશ્વિત જળ અર્પણ કરવાની ર્કિયાન તર્પણ કહે છે. તર્પણ કરવુ જ પિંડદાન કરવુ છે.      શ્રાદ્ધ પક્ષનુ મહાત્મય ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં વધુ છે. તમિલનાડુમાં અમાવસાઈ, કેરલમાં કરિકડા બાબુબલી અને મહારાષ્ટ્રમાં આને પિતૃ પંઘરવડા નામથી ઓળખે છે.હે અગ્નિ, અમારા શ્રેષ્ઠ સનાતન યજ્ઞને સંપન્ન કરનારા પિતરોના જેવા દેહાંત થવા પર શ્રેષ્ઠ એશ્વર્યવાળા સ્વર્ગને પ્રાપ્ત કર્યુ છે એવા જ યજ્ઞોમાં આ ઋચાઓનું પઠન કરતા સમસ્ત સાઘનોથી યજ્ઞ કરતા અમે પણ એ જ એશ્વર્યવાન સ્વર્ગને પ્રાપ્ત કરીએ - યજુવેદ 🕊 શ્રાદ્ધ અને તર્પણનો અર્થ: સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી માતા-પિત

હાજી કાશમની વીજળી :: ભારતની 'ટાઇટેનીક'

હાજી કાશમની વીજળી :: ભારતની 'ટાઇટેનીક' લગભગ સવાસો વર્ષ પહેલાં એક ઘટના બની હતી. પાક્કી તારીખ સાથે વાત કરીએ તો ૮ નવેમ્બર, ૧૮૮૮ની આ વાત. કચ્છના માંડવી બંદરેથી સવારના સાડા સાત વાગે 'વૈતરણા' નામનું એક જહાજ રવાના થાય છે. 'વૈતરણા' ઓફિશિયલ નામ, પણ જહાજ પર ઇલેક્ટ્રિક લાઇટો જડી હોવાને કારણે એ 'વીજળી'ના નામથી વધારે ઓળખાય. મુસાફરો અને કર્મચારીઓ મળીને કુલ ૭૪૬ માણસો આ ત્રણ વર્ષ જૂની આગબોટ પર સવાર છે. 'વીજળી'નું ગંતવ્યસ્થાન છે મુંબઈ. માંડવીથી દરિયાઈ માર્ગે મુંબઈ સુધીનું અંતર કાપતા સામાન્ય સંજોગોમાં ત્રીસેક કલાક થાય, પણ આવનારા કલાકોમાં અત્યંત અસામાન્ય અને ભયંકર સંજોગો ઊભા થવાના છે એવી તો કલ્પના પણ ક્યાંથી હોય! ખેર, મુંબઈ પહોંચતા પહેલાં 'વીજળી' દ્વારકા લાંગરે છે. અહીં થોડા મુસાફરોની ચડ-ઊતર થાય છે. પછીનું સ્ટોપ છે પોરબંદર. અહીંથી લગભગ સો મુસાફરો ચડવાના છે, પણ આજે દરિયો તોફાની છે, તેથી પોરબંદરના બંદરમાં લાંગરવાને બદલે 'વીજળી' વ્હિસલ મારીને મુંબઈ તરફ આગળ વધી જાય છે. તે વખતે સાંજના સાડા પાંચ થયા છે. રાત્રે એક વાગે 'વીજળી' માંગરોળ પાસેથી