ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્યા યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્વાદિષ્ટ ભોજનથી ખુબજ પ્રસન્નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્યારથી યમરાજ દર વર્ષે નિત્ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.

આ ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.

આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્વ આંકતા કહેવાયું છે કે જે વ્યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમંર્તણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્ણો બહેન દ્રૌપદીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરની તેનું મહત્વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્યાગ, પુરુષાર્થ અને કર્તવ્યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્ય સંદેશ.

ભાઇબીજ - યમદ્વિતીયા ની વ્રતકથા

કારતક સુદ બીજ ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો 'યમુના' નદીમાં સ્નાન કરી યમીદેવીનું અર્ચન-પૂજન કરે છે તે આત્યંતિક કલ્યાણના અને સ્વર્ગના અધિકારી બને છે. આ પરમ પવિત્ર દિવસે યમદેવનું પૂજન કરવામાં આવે તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હ્રદયની ભાવનાને ભવનાશીની કહીં છે.

શ્રાવણ માસની બીજ 'કલુષા' કહેવાય છે. ભાદરવાની બીજ 'નિર્મલા', આસો માસની બીજ 'પ્રેતસંચાર' અને કારતક સુદ બીજ 'યામ્યા' નામે પ્રસિદ્ધિ પામી છે. 'કલુષા' બીજના દિવસે વ્રતધારી પ્રાયશ્ચિત કરે છે; 'નિર્મલા' બીજના દિવસે વિદ્યાદેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. 'પ્રેતસંચાર' બીજના દિવસે શ્રાદ્ધનું મહત્વ છે અને ભાઇબીજના દિવસે 'યમ પૂજન' મહિમા મોટો છે. આ પર્વ આપણા ધર્મનું અવિભાજ્ય અંગ છે.

ભાઇબીજની વ્રતકથા આ પ્રમાણે છેઃ-

'યમ' અને 'યમી' ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા. બહેન તો ભાઇને પોતાને આંગણે જોઇ આનંદવિભોર બની ગઇ. બહેને પ્રેમપૂર્વક રસોઇ બનાવી અને બત્રીસ જાતનાં ભોજન ભાઇને આગ્રહપૂર્વક જમાડ્યાં.

ભાઇ યમ યમીને કહે છેઃ "બહેન! માગ માગ"

ભાવનાની ભેટ અમૂલ્ય છે, આથી બહેન યમીએ ભાઇ પાસે પાંચ વસ્તુઓ માગીઃ (૧) આજે બહેનને ત્યાં જે ભાઇ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજનાં તેડાં જ આવે. (૨) દર ભાઇબીજે મારે ત્યાં તમારે જમવા આવવું (૩) જે ભાઇ આજે યમુના સ્નાન કરે, તેની સદ્ગતિ થાય (૪) આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય બધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે (૫) આજે 'યમપૂજા' કરવાથી યમ પ્રસન્ન થાય

યમે તથાસ્તુ કહ્યું. ભાઇએ બહેનનાં ચરણે અતિ કીંમતી ભેટો ધરી, વ્રત કરી હસતે મુખે વિદાય લીધી. બહેન યમીએ તો નિઃસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળાં ભાઇ-બહેનનું કલ્યાણ કરી દીધું. ભાઇ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે. જો કોઇ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું.

જો નાની બહેન ન હોય તો મોટી બહેન, મિત્રની બહેન, મામા, માસી, કાકાની દીકરી, ધર્મની બહેનને ત્યાં જમવા જવું અને શક્તિ અનુસાર દાન આપવું. શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું. ભાદરવા માસની બીજના દિવસે મામાની દિકરીના ઘેર જમવું. આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઇની દિકરીનું આમત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આથી ધન-યશની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળીભૂત થાય છે, બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે, આરોગ્યની વૃદ્ધિ થાય છે.

અનિવાર્ય સંજોગોને લીધે ભાઇબીજને દિવસે ભોજન ન લઇ શકાય તો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાની બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ત થતું નથી અને આયુષ્યનો કદાપિ ક્ષય થયો નથી.

यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम् ।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥ 

Comments

Popular posts from this blog

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.

ચાર વેદના ચાર વાક્યો

રક્ષાબંધનની ઉજવણી પહેલા આટલું જાણવું જરૂરી