ધનતેરસ ની સાંજે કરો યમ દીપદાન

ધનતેરસ ની સાંજે કરો યમ દીપદાન

ધનતેરસ છે. સ્કંદ પુરાણ મુજબ આસો મહિનાની કૃષ્ણપક્ષની તેરસ એટલે કે ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં યમરાજની સમક્ષ દીપ અને નૈવેધ સમર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. યમ દીપદાન પ્રદોષકાળ એટલે કે સાંજના સમયે કરવું જોઇએ. તેની વિધિ આ પ્રકારે છે.

વિધિઃ-
માટીનો એક મોટી દીપક લેવો અને તેને સાફ પાણીથી ધોઇ લેવો.ત્યાર પછી સાફ રૂ લઇને બે લાંબી વાટ તૈયાર કરવી.આ વાટને દીવામાં એવી રીતે ગોઠવવી કે દીવાની બહાર તેના ચાર મુખ જોવા મળે.હવે આ દીવાને તલના તેલથી ભરી દેવા અને સાથે જ,કાળા તલ પણ ઉમેરવા.
આ પ્રકારે તૈયાર કરવામાં આવેલ દીવાને કંકુ,ચોખા તથા ફૂલથૂ પૂજન કરવું.ત્યાર પછી ઘરના મુખ્ય દરવાજાની બહાર થોડા ઘઉ અથવા ધાણીની નાની ઢગલી બનાવી નીચે લખેલાં મંત્રોને બોલવાની સાથે જ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને આ દીપક તેની પર રાખી દેવો.

मृत्युनापाशदण्डाभ्यांकालेनचमयासह।
त्रयोदश्यांदीपदनात्सूर्यज : प्रीयतामिति।।

યમ દીપદાન -
- તેરસની સાંજે કોઈ પાત્રમાં તલનું તેલથી યમ દીપક પ્રજવલ્લિત કરો.
- ત્યારબાદ ગંધ, પુષ્પ, ચોખાથી પૂજન કરો. દક્ષિણ દિશામાં મોઢુ કરીને યમને નિમ્ન પ્રાર્થના કરો.
'
मृत्युना दंडपाशाभ्याम् कालेन श्यामया सह।
त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रयतां मम।

- હવે આ દીવાઓથી યમને ખુશ કરવા બહારની જગ્યાઓ પ્રકાશિત કરો.
- આ પ્રકારે એક અખંડ દીવો ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર કોઈ પણ અનાજ(ઘઉં કે ચોખા) પાથરી તેની પર દીવો મુકો. કહેવાય છે કે આ પ્રકારનું દીપદાન કરવાથી યમ દેવતાના સંકજાથી અને નરકથી મુક્તિ મળે છે.

યમરાજ પૂજન -
- આ દિવસે યમના માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજે મુકો.
- રાતે ઘરની સ્ત્રીયો દીવામાં તેલ નાખીને ચાર બત્તી સળગાવે.
- પાણી, ચોખા, ગોળ, ફૂલ, નૈવેધ વગેરે સાથે દીવો સળગાવી યમનું પૂજન કરો.

Comments

Popular posts from this blog

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.

ચાર વેદના ચાર વાક્યો

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર