ચાર વેદના ચાર વાક્યો


ચાર વેદના ચાર વાક્યો


સામવેદ કહે છે – तत्वमसी,
યજુર્વેદ કહે છે – अह्म ब्रम्हास्मि,
ૠગવેદ કહે છે – प्रज्ञानं ब्रम्ह,
અથર્વવેદ કહે છે – अयमात्मा ब्रम्ह.  

ઉપનિષદોના મહાવાક્યોથી આત્મા-પરમાત્મા વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે:

1. અહમ બ્રહ્માસ્મિ: હું જ બ્રહ્મ છું એટલે કે હું – આત્મા એ જ મારું સાચું સ્વરૂપ બ્રહ્મ છે.
2. તત્વમસિ: (તત + ત્વમ + અસિ) એટલે કે તે જ તું છે – આર્થાત આત્મા જ પરમાત્મા છે.
3. અયમ આત્મા બ્રહ્મ: આપણા બધાનો આત્મા બ્રહ્મ જ છે.
4. પ્રજ્ઞાનમ બ્રહ્મ: પ્રજ્ઞા – પરમ ચૈતન્ય એ જ બ્રહ્મ છે.
5. સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ: સર્વ જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે.


વેદ એ વિશ્વના પ્રથમ ધર્મગ્રંથ છે. તેના આધારે દુનિયાના અન્ય ધાર્મિક ઉપદેશો ઉત્પન્ન થયાં, જેઓ વેદના જ્ઞાનને પોતાની રીતે અલગ અલગ અલગ ભાષા પ્રચારિત કરે છે. વેદ ઇશ્વર દ્વારા ઋષિઓને સંભળાવેળ જ્ઞાન પર આધારિત છે એટલા માટે તેને શ્રુતિ પણ કહેવાય છે. સામાન્ય ભાષામાં વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદ પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનનો અથાગ ભંડાર છે. મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન છે. વેદનો માં બ્રહ્મ (ઈશ્વર), દેવતા, બ્રહ્મ, જ્યોતિષ, ગણિત, ચિકિત્સા, દવા, કુદરત, ખગોળ, ભૂગોળ, ધાર્મિક નિયમો, ઇતિહાસ, રીત-રિવાજ વગેરે લગભગ તમામ વિષયો સંબંધિત જ્ઞાનથી ભરેલા છે.
શતપથ બ્રામહાન ના શ્લોક અનુસાર, અગ્નિ, વાયુ, આદિત્ય, અને અંગીરા એ તપસ્યા કરીને ઋગ્વેદ, યજુર્વવેદ, સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.પ્રથમ ત્રણ વેદોનો આગ, વાયુ, સૂર્ય (આદિત્ય), થી જોડાય છે અને સંભવતઃ એર્થર્વદેવને માનવામાં આવે છે કે તે અંગિરાથી ઉત્પન્ન થયો છે. એક ગ્રંથ અનુસાર, બ્રહ્માજીના ચાર મોઢાથી વેદોનો ઉત્પત્તિ થઈ હતી. વેદ સૌથી પ્રાચીનતમ પુસ્તક છે તેથી કોઈ વ્યક્તિ અથવા સ્થાનનું નામ વેદ ઉપર રાખવું એ જ સ્વાભાવિક છે. જેમ આજેપણ રામાયણ, મહાભારત વગેરેથી આવે છે શબ્દોથી માણસો અને સ્થાન વગેરેનું નામકરણ થાય છે.
વેદ માનવ સંસ્કૃતિના લગભગ સૌથી જૂના લખાયેલા દસ્તાવેજો છે. વેદોની 28 હજાર પાંડુલિપિમાં ભારતના પૂણેનું ‘ભંડારકર ઓરિએન્ટલ સંશોધન સંસ્થા’માં રાખવામાં આવ્યા છે. એમાં ઋગ્વેદની 30 પાંડુલીપીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને યુનેસ્કોએ વારસો યાદીમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કોએ ઋગ્વેદની 1800 થી 1500 ઇ.સ પૂર્વ ની 30 પાંડુલિપિને સાંસ્કૃતિક સંપત્તિ યાદીમાં સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે યુનેસ્કોની 158 સૂચિમાં ભારતની મહત્વપૂર્ણ પાંડુલિપિઓની 38 યાદી છે.

વેદોના ઉપવેદ: ઋગ્વેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદ નો ગાંધર્વેવેદ, અને અથર્વવેદનો સ્થાપત્યવેદ એમ ક્રમશ ચાર વેદોના ઉપવેદ બતાવવામાં આવ્યા છે.

વેદના વિભાગ : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. રૂગ-સ્થિરી, યજુ- -રૂપાંતર, સામ-ગતિશીલ અને ઊર્જા-મૂળ. રૂક ને ધર્મ, યજૂહ ને મોક્ષ, સામ ને કામ, અર્થર્વ એટલે અર્થ પણ કહેવાય છે. આને આના જ આધાર ઉપર ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, અને મોક્ષશાસ્ત્રની રચના થઈ છે.

ઋગ્વેદ :
ઋક એટ્લે જ્ઞાન.ઋગ્વેદ સૌથી પહેલો વેદ છે જે પદ્યાત્મક છે. તેના 10 મંડળ (અધ્યાય) માં 1028 સૂક્ત છે જેમાં 11 હજાર મંત્રો છે. આ વેદની 5 શાખાઓ છે – શક્લ્પ, વાસ્કલ, આશ્ર્વલયન, શંકખ્યાન, મંડુકાયન. તેમાં ભૌગોલિક સ્થિતિ અને દેવતાઓના આહ્વાનના મંત્રો ની સાથે ઘણું બધુ છે. ઋગ્વેદની ઋચાઓ માં દેવી દેવતાઓની પ્રાર્થના, સ્તુતિઓ અને દેવલોકની સ્થિતિનું વર્ણન છે. તેમાં જળ ચિકિત્સા, વાયુ ચિકિત્સા, સૌર ચિકિત્સા, માનસ ચિકિત્સા અને હવન દ્વારા ચિકિત્સા વગેરેની માહિતી મળે છે. ઋગ્વેદના દસમા મંડળમાં ઔષધીની સંખ્યા 125 જેટલી બતાવવામાં આવી છે. જે 107 સ્થાન પર જોવા મળે છે. ઔષધિઆ સોમાંનું વર્ણન વિશેષ છે. ઋગ્વેદમાં ચ્યવનઋષિ ફરીથી પુન: જીવનની કથા પણ જોવા મળે છે.

2. યજુર્વેદ:
યજુર્વેદનો અર્થ: યત્ + જુ = યજુ. યત્નો અર્થ થાય છે ગતિશીલ અને જુ નો અર્થ થાય છે આકાશ. આ ઉપરાંત કર્મ શ્રેષ્ઠતમ કર્મની પ્રેરણા. યજુર્વેદમાં યગ્નની વિધિ અને યગ્નોના પ્રયોગ માં કરવના મંત્રો બતાવવામાં આવ્યા છે. યગ્ન ઉપરાંત એમાં તત્વજ્ઞાન નું વર્ણન જોવા મળે છે. તત્વ જ્ઞાન એટલે રહસ્યમય જ્ઞાન. બ્રહ્મ, આત્મા, ઈશ્વર અને પદાર્થ જ્ઞાન. આ વેદ ગધ્યમય છે. તેમાં યજ્ઞની અસલ પ્રક્રિયા માટે ગધ મંત્ર છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ.કૃષ્ણ: વૈષ્ણમ્યાપાન ઋષિ નો સંબંધ કૃષ્ણ સાથે છે. કૃષ્ણની ચાર શાખાઓ છે.શુક્લ: યાજ્ઞવલકલ ઋષિ સાથે સંબંધ શુક્લ ને છે. શુક્લ ની બે શાખાઓ છે. તેમાં 40 અધ્યાય છે. યજુર્વેદનો એક મંત્ર ચબ્રિહીધાન્ય નું વર્ણન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દૈવી વૈદ્ય અને કૃષિ વિજ્ઞાન ના વિષય પણ એમાં માં હાજર છે.

સામવેદ:
સામનો અર્થ રૂપાંતરણ અને સંગીત. આ વેદ માંઋગ્વેદ ની ઋચાઓનું સંગીતમય રૂપ છે. સામવેદ ગીતાત્મક એટ્લે કે ગીતાના રૂપમાં છે. આ વેદને સંગીત શાસ્ત્રનું મૂળ નામ આપવામાં આવ્યું છે. 1824 માંત્રોના વેદમાં 75 મ્ંત્રોને છોડીને બાકી રહેલા બધા મંત્રો ઋગ્વેદમાંથી જ લેવામાં આવ્યા છે. આમાં સવિતા, અગ્નિ અને ઈન્દ્ર દેવતાઓ વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ મળે છે. તેમાં મુખ્ય રીતે 3 શાખાઓ છે, 75 ઋચાઓ છે.

અથર્વવેદ :
થર્વ નો અર્થ થાય છે કંપન. અને અથર્વ નો અર્થ થાય છે અકંપન. જ્ઞાનથી ઉત્તમ કર્મ, જે પરમાત્માની ઉપાસનામાં લીન રહે છે તે જ અકમ્પ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, મોક્ષ ધારણ કરે છે. આ વેદ માં રહસ્યમય વિદ્યાઓ, જડીબુટ્ટીઓ, અજાયબી અને આયુર્વેદ વગેરેનો ઉલ્લેખ છે. તેના 20 અધ્યાયમાં 5687 મંત્ર છે. તેના આઠ ખંડો છે, જેમાં ભેષણ વેદ અને ધાતુ વેદ આ બે નામ મળી છે.




★ ઋગ્વેદ

ઋગ્વેદ એટલે “વૈદિક સાહિત્ય” નો વેદ 

ઋગ્વેદ ધ્યાન 

ऋग्वेद: श्वेतवर्ण: स्याद् द्विभुजो रासभानन: |

अक्षमालायुत: सौम्य: प्रीतश्चाध्ययनोद्यत:  ||

ભગવાન ઋગ્વેદ શ્વેત વર્ણ વાળા છે. એમની બે ભુજાઓ છે અને મુખાકૃતિ ગર્દભના સમાન છે. એ અક્ષમાળાથી સમન્વિત, સૌમ્ય સ્વભાવ વાળા, પ્રસન્ન રહેવા વાળા અને સદા અધ્યયનમાં નિરત રહેવા વાળા છે.

ઋગ્વેદમાં કુલ  10650 મંત્રો છે.

ઋગ્વેદની શાખાઓ

વ્યાકરણ મહાભાષ્ય પ્રમાણે ઋગ્વેદની 21 શાખાઓ હતી જેમાંથી શૌનક ઋષિના સમય સુધી પાંચ શાખાઓ સચવાઈ રહી હતી.

1. શાક્લ શાખા

2. વાષ્ક્લ શાખા

3. આશ્વલાયન શાખા

4. શાંખાયન શાખા

5. માન્ડૂકાયન શાખા

ઋગ્વેદના સૂક્તો પાંચ વિભાગમાં વહેંચાયેલ છે.

1. આધ્યાત્મિક – દાર્શનિક સૂક્તો

2. સંવાદ સૂક્તો

3. ઊર્મિપ્રધાન સૂક્તો

4. પ્રાર્થના પ્રધાન સૂક્તો

5. ધર્મનિરપેક્ષ સૂક્તો


★ યજુર્વેદ

યજુર્વેદ એટલે – ઈશ્વરની સંનિધિની ભાવના સહીત, ઉત્તમોત્તમ ગુણવત્તા વાળા વિચારો ધારણ કરી, કૃતજ્ઞતાથી ભરપૂર મન બનાવી, યજ્ઞ-કર્મ રૂપી ભક્તિ દ્વારા પરમતત્વ સુધી પહોંચવા માટેનો સુસંસ્કારી, સુશિક્ષિત અને વૈજ્ઞાનિક માર્ગ. [અનુપ બાળકૃષ્ણ જાની]

યજુર્વેદ ધ્યાન 

अजास्य: पीतवर्ण: स्याध्यजुर्वेदोSक्षसूत्रधृक्  |

वामे कुलिशपाणिस्तु भूतिदो मङ्गलप्रद: ||

ભગવાન યજુર્વેદ બકરાના સમાન મુખ વાળા, પીતવર્ણ વાળા તથા અક્ષમાળા ધારણ કરવા વાળા છે. તેઓએ એમના ડાબા હાથમાં વજ્ર ધારણ કરેલ છે. એ સર્વ પ્રકારના ઐશ્વર્ય અને મંગળ પ્રદાન કરનારા છે.

(શુક્લ)યજુર્વેદમાં કુલ 1975 મંત્રો છે.

યજ્ઞ-કર્મ ઉપરનો આ વેદ બે પ્રકારના સંપ્રદાયોમાં વહેંચાયેલો છે.

કૃષ્ણ યજુર્વેદ [બ્રહ્મ-સંપ્રદાય] (અને તેની ચાર શાખાઓ)

1. તૈત્તેરીય શાખા

2. મૈત્રાયણી શાખા

3. કઠ શાખા

4. કપીષ્ઠલ- કઠ શાખા

શુક્લ યજુર્વેદ [આદિત્ય-સંપ્રદાય] (અને તેની બે શાખાઓ)

1. માધ્યન્દિન શાખા – 40 અધ્યાય, 303 અનુવાક, 1975 કંડિકાઓ (મંત્રો)

2. કાણ્વ શાખા – 40 અધ્યાય, 328 અનુવાક, 2086 કંડિકાઓ (મંત્રો)

મંત્રાનુક્રમસૂચિ

યજુર્વેદના અભ્યાસીઓ માટે સરળતાથી શ્લોકો શોધવા માટે મંત્રાનુક્રમસૂચિ એક પ્રકારની અનુક્રમણિકા જેવી જ છે. ધારીલો કે તમારી પાસે અર્થસહિત યજુર્વેદનું આખું પુસ્તક છે ધારોકે તમને “गणानांत्वा गणपति  … ” શ્લોક શોધવો છે કે કયા અધ્યાયમાં કેટલામો છે. અને એનો અર્થ પણ. (ક, ખ, ગ  … કક્કો પ્રમાણે મંત્રાનુક્રમસૂચિમાં શ્લોક શોધી લો.અને તેનો અધ્યાય ઇત્યાદિ જાણી લો). આ મંત્રાનુક્રમસૂચિ તમે તમારા સ્માર્ટફોનમાં પણ રાખી શખો છો. આવશ્યકતા મુજબ શ્લોક શોધી લેવાય.

★ સામવેદ

સામવેદ એટલે “ઉપાસના” નો વેદ

સામવેદ ધ્યાન 

निलोत्पलदलाभास: सामवेदो हयानन: |

अक्षमालान्वितो दक्षे वामे कंबुधर: स्मृत: ||

 

જે નીલકમળ દળની સમાન કાંતિ વાળા છે, અશ્વ સમાન મુખવાળા છે, તથા જેમણે જમણા હાથમાં અક્ષમાળા અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે, એવા સામવેદ ભગવાન કહેલા છે.

वेदानां सामवेदोSस्मि |

“વેદોમાં સામવેદ હું છું.”

[श्रीकृष्ण, श्रिमद्भग्वद्गिता  – 10.22]

સામવેદમાં કુલ 1869 મંત્રો છે.

મહાભાષ્ય પ્રમાણે સામવેદની 1000 શાખાઓ છે, જેના 13 પ્રવર્તક ઋષિઓ સામતર્પણાર્થે સામગાયન કરે છે.

1. રાણાયન આચાર્ય

2. સાત્યમુગ્નિ વ્યાસ આચાર્ય

3. ભાગુરુઔલુન્ડિ આચાર્ય

4. ગૌલમુલવી આચાર્ય

5. ભાનુમાન આચાર્ય

6. ઔપમન્યવ આચાર્ય

7. દારાલ આચાર્ય

8. ગાર્ગ્ય આચાર્ય

9. સાવર્ણિ આચાર્ય

10. વાર્ષગણિ આચાર્ય

11. કુથુમિ આચાર્ય

12. શાલિહોત્ર આચાર્ય

13. જૈમિની આચાર્ય

સામવેદ [ઉપાસના] (ના બે વિભાગો)

1. પૂર્વાર્ચિક વિભાગ (બે ગાન વાળો)

1. ગ્રામીણ ગાન (તેનાપાંચ પ્રપાઠકો)

1. પ્રપાઠક-1 (આગ્નેય કાંડ)

2. પ્રપાઠક-2 (આગ્નેય કાંડ)

3. પ્રપાઠક-3 (ઈન્દ્ર કાંડ)

4. પ્રપાઠક-4

5. પ્રપાઠક-5 (પવમાન પર્વ)

2. અરણ્ય ગાન (તેનો એક પ્રપાઠક)

1. પ્રપાઠક-6

2. ઉત્તરાર્ચિક વિભાગ




★ અથર્વવેદ

અથર્વ વેદ એટલે “સ્થિર-જ્ઞાન” વાળો વેદ

અથર્વ વેદ ધ્યાન 

अथर्वणाभिदो वेदो धवलो मर्कटानन: |

अक्षसूत्रं च खटवाङ्गं बिभ्राणो यजनप्रिय ||

જે ઉજ્જવળ વર્ણ વાળા તથા મર્કટ (વાનર) સમાન મુખવાળા છે, જેમણે અક્ષમાળા અને ખટવાંગ ધારણ કર્યા છે, જેમને યજનકર્મ અત્યંત પ્રિય છે એવા અથર્વણઃ નામના વેદભગવાન કહેલા છે.

અથર્વવેદમાં આમુષ્મિક (પારલૌકિક) એટલે કે “બ્રહ્મવિદ્યા”, અને ઐહિક (ઈહલૌકિક) એટલે કે “દુન્યવી” એમ બંને વિદ્યા એમાં ઉત્તમ સ્વરૂપે વિદ્યમાન છે.

અથર્વવેદમાં કુલ 5987 મંત્રો છે.

અથર્વવેદની નવ શાખાઓ છે.

1. પૈપ્પલાદ શાખા

2. તૌદ શાખા

3. મૌદ શાખા

4. શૌનક શાખા

5. જાજલ શાખા

6. જલદ શાખા

7. બ્રહ્મવદ શાખા

8. દેવદર્શ શાખા

9. ચારણવૈદ્ય શાખા



Comments

Popular posts from this blog

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.

રક્ષાબંધનની ઉજવણી પહેલા આટલું જાણવું જરૂરી