પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

આપણે કોઈના કોઈ દેવી-દેવતાઓની પૂજા અવશ્ય કરતા હોઈએ છીએ પૂજા કરતી વખતે આપણાથી જાણતા-અજાણતા કોઈ ભૂલ કે ક્ષતિ રહી જતી હોય છે. એવામાં ઋષિ-મુનિઓએ પૂજા કરતી વખતે વિશેષ મંત્રો બોલવાનું વિધાન કર્યું છે. જે રીતે શાસ્ત્રોમાં પ્રાર્થના સ્નાન ધ્યાન અને ભોગ લગાવવા માટેના મંત્રો જણાવવામાં આવ્યા છે તે જ રીતે ક્ષમા યાચના મંત્ર પણ જણાવવામાં આવ્યો છે જેનાથી આપણે પૂજામાં કોઈ ભૂલ થાય તો ઈશ્વર પાસે માફી માગી શકીએ છીએ.

પૂજાપાઠ હોય જીવન માફી માગવાનો ભાવ સૌથી મોટો માનવામાં આવ્યો છે. પૂજા કરતી વખતે ક્ષમાયાચના કરવામાં આવતા રોજિંદા જીવનમાં કરવામાં આવેલી ભુલો ઓછી થાય છે. રોજબરોજના જીવનમાં આપણે ભૂલો માટે ક્ષમા માંગી લેવી જોઇએ ક્ષમા નો ભાવ આપણી અંદરના અહંકારને નષ્ટ કરી દે છે.

"આવાહનમ ન જાનામિ ન જાનામિ વિસર્જનમ,
પૂજા ચૈવ ન જાનામી ક્ષમશ્વ પરમેશ્વર,
મંત્ર હીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન,
યત્પુજિતં મયા દેવ, પરિપૂર્ણ તદસ્તુમે."

જેનો અર્થ થાય છે કે ઈશ્વરમાં તમારો આહવાન અથવા તો બોલવવા આ અંગે જાણતા નથી ન તો હું વિસર્જન કરવાનું જાણું છું, ન હું તમને વિદાય આપવાનું જાણું છું, હું તમારી પૂજા કરવાનું પણ જાણતો નથી. આ માટે કૃપા કરી અને મને ક્ષમા કરો. ન તો મને મંત્ર જ્ઞાન છે ન કર્યાં છે હું તો તમારી ભક્તિ પણ કરવાનું જાણતો નથી, યથાસંભવ પૂજા કરી રહ્યો છું, કૃપા કરીને મારી ભૂલોને ક્ષમા કરી દો, અને પૂજા અને પૂર્ણતા પ્રદાન કરો. હું ભક્ત છું મારાથી ભૂલ થઈ શકે છે હે ઈશ્વર બને ક્ષમા કરી દો અને મારા અહંકારને દૂર કરી દો હું તમારી શરણમાં છું.

Comments