ધનતેરસ

ધનતેરસ

પૌરાણિક કથાનકો અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધનવન્તરી પોતાનાં હાથમાં અમૃતકળશ લઈને સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. એવી માન્યતા છે કે ધનવન્તરી ભગવાન વિષ્ણુના અંશાવતાર છે. સંસારમાં ચિકિત્સા વિજ્ઞાનના વિસ્તાર અને પ્રચાર માટે જ આ ધનવન્તરી અવતાર લીધો હતો. આ પ્રાગટય દિવસના ઉપલક્ષ્યમાં ‘ધનતેરસ’ ઉજવાય છે, ભગવાન આ દિવસે કળશ લઈને પ્રગટ થયા હતા તેથી માન્યતા છે કે, આ અવસર ઉપર વાસણ ખરીદવું જોઈએ અને કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી શુભ ફળ આપે છે.

સરળ વિધિ-વિધાન :

● બાજોઠ ઉપર સ્વસ્તિક બનાવી લાલ કપડું પાથરવું.
● મા લક્ષ્મી, વિષ્ણુ, કુબેર, ધનવન્તરી, ગણેશજી ઈત્યાદિ (કુળરિતિ) પ્રમાણે સ્થાપન કરવું.
● ફોટા કે મૂર્તિને ચૂંદડીનું વસ્ત્ર ઓઢાડવું.
કંકુથી ચાંદલા કરવા. ચોખા, અબીલ, ગુલાલ, લાલ ફૂલ ચઢાવવા.
● ચાંદીનો સિક્કો, હળદર, સોપારી, નાગરવેલનું પાન. શ્રીફળ, કમળનું ફૂલ સામગ્રી વાપરવી. જેમાં પાણી ભરેલા કળશના ગુલાલ કમળના પાંદડા ઉપર સ્થાપિત કરી અંદર ૧ ચાંદીનો સિક્કો નાંખવો. સોપારી, હડી હળદર નાંખવી ઉપર નાગરવેલના પાન ગોઠવી શ્રીફળ મૂકવું. હળદરથી ચાંદલો કરી ફૂલ ચઢાવવું. ત્યારબાદ કમળ/ગુલાબના આઠ પાંદડા ઉપર ઘીનો દીપક પ્રગટાવવો. ત્યારબાદ ધૂપ કરવો.
● ડાબી બાજુ તલનાં તેલનો દીપક અને જમણી બાજુ ઘીનો દીપક કરવો.
●ત્યારબાદ ફરીથી દરેક દેવને સોનાનું તિલક એટલે કે કેસરનું તિલક કરવું. અને યંત્ર પૂજા પણ કેસરથી કરવી.
●કુબેરજીનો મંત્ર છે- “યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન-ધાન્ય અધિપત્યે ધન-ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાયય સ્વાહા.”
●લક્ષ્મીજીનો મંત્ર છે- “ૐ હ્રીં શ્રીં લક્ષ્મીભ્યો નમઃ”
●મહાલક્ષ્મી મંત્ર છે- “।।ૐ શ્રીં હીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ૐ શ્રી હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।। “
●લક્ષ્મી ગાયત્રીમંત્ર= “।। ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિજ્ઞો વિષ્ણુ પલ્યૈ ચ ધિમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ૐ ।।”

આ વર્ષે ૧૭ ઓક્ટોબર 2017 મંગળવાર ધનતેરસની પૂજાનું શુભમુહૂર્ત સાંજે ૭:૨૦ થી લઈ ૮:૧૭ સુધી રહે છે. જે આયુષ્ય, સુખ-સમૃદ્ધિ વધારનારું છે. સ્થિર લગ્નમાં ૭:૨૦ થી ૯:૧૪ સુધી રહેશે જે શુભ છે.

ધનતેરસમાં આ વર્ષે બાર રાશિઓએ કઈ વસ્તુની ખરીદી કરવી તે જણાવું છું. સામાન્ય રીતે આ દિવસે સોનું, ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. માન્યતાનુસાર ધનતેરસ પર કરેલી ખરીદીમાં ૧૩ ગણી વૃદ્ધિ થાય છે પરંતુ પોતાની રાશિ અનુસાર ખરીદી કરીએ તો નિશ્ચિત લાભ થાય છે અને મા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે. ધનતેરસના દિવસે સ્થિર લગ્નની વસ્તુઓની ખરીદદારી શુભ ફળદાયક હોય છે. તો શરૂઆત મેષ રાશિથી કરીએ.

●મેષ રાશિ-ધનતેરસ પર ચાંદીનાં વાસણ કે વસ્તુ, ઈલેકટ્રોનિક સામાન ખરીદવો શુભ રહેશે.
●મિથુન રાશિ-એ સોનાનાં આભૂષણ, લીલા રંગનો ઘરનો સામાન. જેમ કે પડદા, ચાદર, રૂમાલ, કપડાં વગેરે ખરીદવું સારું રહેશે.
●વૃષભ રાશિ-જાતકો કપડાં ખરીદશે તો શુભ રહેશે. આ સિવાય ચાંદી અથવા તાંબાનાં વાસણ ખરીદવા પણ શુભ રહેશે.
●કર્ક રાશિ -જાતકોએ ચાંદીનાં આભૂષણો, ઘરેલુ ઈલેકટ્રોનિક સામાન ખરીદવો સારો રહેશે.
●સિંહ રાશિ-વાળા જાતકોએ તાંબાનાં વાસણ, કપડાં અને સોનાની કોઈપણ વસ્તુ જરૂર ખરીદવી જોઈએ.
●કન્યા રાશિ-વાળા જાતકોએ સ્ફટિકની શ્રી ગણેશજીની મૂર્તિ અથવા સોનાનાં આભૂષણ ખરીદવા જોઈએ.
●તુલા રાશિ-જાતકોએ કપડાં, સૌંદર્ય સામાન અથવા સજાવટી સામાન અને ચાંદીની કોઈ ચીજ ખરીદવી જોઈએ.
●વૃશ્ચિક રાશિ-જાતકોએ ઈલેકટ્રોનિક ઉપકરણ અને સોનાનાં આભૂષણ ખરીદવા જોઈએ.
●ધન રાશિ-જાતકોએ સોનાનાં આભૂષણ અથવા તાંબાનાં વાસણ ખરીદવા જોઈએ.
●મકર રાશિ -જાતકોએ કપડાં, વાહન, ચાંદીનાં આભૂષણ અથવા વાસણ ખરીદવા જોઈએ.
●કુંભ રાશિ-જાતકોએ સૌંદર્ય સાધનો, સોનું, જૂતાં-ચંપલ ખરીદશે તો લાભ થશે.
●મીન રાશિ-જાતકોને સોનાનાં આભૂષણ, ચાંદીનાં વાસણ અને ઈલેકટ્રોનિક ઉપકરણ ખરીદવા જોઈએ.

:- મૌલી રાવલ

ઝવેરાત :
આજના સમયે લક્ષ્મીનું એક રૂપ એટલે ઝવેરાત, સોના, ચાંદી, હીરા, મોતી જે તમામ પ્રકારના ઘરેણાં આપણે વસાવીએ છીએ. તેને આપણે ઝવેરાત તરીકે ઓળખીએ છીએ, અને લક્ષ્મીના આ સ્વરૂપને લોકો ખૂબ જ મૂલ્યવાન ગણે છે. માણસે તેના જીવનમાં જમા કરેલી પુંજીમાંથી ઝવેરાતની ખરીદી કરી હોય અને તેને સાચવીને રાખે તો લક્ષ્મીનું આ સ્વરૂપ તમારા ધનમાં વધારો કરવા માટે કાફી છે, એટલું જ નહીં લક્ષ્મીનું આ સ્વરૂપ વિકટ પરિસ્થિતિઓમાં પણ વહારે આવી શકે છે. લોકો ધનતેરસને દિવસે ઝવેરાતની ખરીદી એટલે જ કરતા હોય છે. સારા દિવસોમાં બચાવેલા પૈસાથી લીધેલા ઝવેરાત એ માણસે સાચવેલી મૂડીનો મૂલ્યવાન ભાગ છે, સમય જતાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે.

Comments

Popular posts from this blog

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.

ચાર વેદના ચાર વાક્યો

રક્ષાબંધનની ઉજવણી પહેલા આટલું જાણવું જરૂરી