Posts

Showing posts from 2017

ગીરનાર ની પરિક્રમા

Image
◆ ગીરનાર ની પરિક્રમા ◆ ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી . ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે ...

નમીએ ગિરનાર

Image
" નમીએ ગીરનાર " ઐતીહાસીકશહેર જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે. ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે. ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં ...

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ

◆ ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ ◆ ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્યા યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક ...

મહા પર્વ દિવાળી : છ દિવસનું પર્વ - ખુશીઓનો ઝગમગતો ઉત્સવ

દિવાળી : છ દિવસનું પર્વ - ખુશીઓનો ઝગમગતો ઉત્સવ દિવાળી સૌથી મોટો મહત્વ ધરાવતો તહેવાર સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો છ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. ...

મહાપર્વ દિવાળી : જાણવા જેવું

★ મહાપર્વ દિવાળી : જાણવા જેવું ★ દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર ...