આજે ગીતા જયંતિ

આજે ગીતા જયંતિ

જય શ્રીકૃષ્ણ,
દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસે ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે.

યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણે કુલ ૭૦૦ અર્થસભર શ્વ્લોકોનો અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે મહર્ષિ વેદવ્યાસે પોતાની આગવી સૂઝબૂઝ તથા આવડતથી અલગ તારવીને આપણને ગીતાજી નામના પવિત્ર અને પાવન ગ્રંથની ભેટ આપી અને તેનું નામકરણ ભગવદ્‌ ગીતા એવું આપ્યું.

"ભગવદ્" નો અર્થ થાય ભગવાન દ્વારા અને "ગીતા"નો અર્થ થાય ગવાયેલુ, કેટલો સુંદર અર્થ .

માગશર સુદ એકાદશીના દિને શ્રીકૃષ્ણે ગીતાજીના જ્ઞાનામૃતનું રસપાન અર્જુનજીને કરાવ્યું હતું. જેનો લાભ અનેક યુગો પછી પણ ભારતવર્ષને મળતો રહ્યો છે. તેથી માગશર સુદ-૧૧ ગીતાજયંતિ તરીકે ઉજવાય છે.

તે શ્રીકૃષ્ણ પરમાત્માનું શબ્દામૃત છે. અધ્યાત્મક્ષેત્રે તથા જે જીવાતા જીવનમાં સફળ થવા માટેના આચરણનું શાસ્ત્ર છે. "ગીતામમ હૃદયમ" એમ કહી શ્રીકૃષ્ણે તેને પોતાનું હૃદય ઘોષિત કર્યું છે. પરમાત્માના હૃદયરૃપ ગીતાજી વ્યક્તિ- સમષ્ટિને માટે વરદાન રૃપ પ્રભુની પ્રેમ નીતરતી અમર વાણી છે. અનંતકાળ સુધી માનવ જાતને સન્માર્ગે અને ઊન્નતિને પંથે દોરી જાય એવો મંગલ ઊપદેશ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલો છે. તેથી તો “કૃષ્ણં વંદે જગદગુરૂ”… જગતનાં ગુરૂ તરીકે તેમની વંદના થાય છે.

|| करिष्ये वचनं तव ||

Comments