"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા"
"માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞા'
આજના દિવસે હું સત્યનિષ્ઠા પૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે,
હું માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરીશ.
હું વાહન ચલાવતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ અવશ્ય સાથે રાખીશ.
હું ગાડી ચલાવતા પહેલા સીટ બેલ્ટ અને હેલ્મેટ નો ઉપયોગ અવશ્ય કરીશ.
હું ઓવરટેક કરતી વખતે માર્ગ સુરક્ષા ના નિયમોનું ધ્યાન રાખીશ.
હું વાહન ચલાવતી વખતે મોબાઇલ તેમજ ઈયરફોન નો ઉપયોગ કરીશ.
વાહન પરથી ઉતારતા સમયે તથા દરવાજો ખોલતી વખતે સાવધાની રાખીશ.
હું માર્ગ પર થયેલ કોઈપણ અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિને નજરઅંદાજ નહિ કરુ તેમજ એમને જરૂરી મદદ કરીશ.
હું નાની ઉંમરના બાળકોને ડ્રાઇવિંગ લાઈસેન્સ વગર વાહન ચલાવવાની પરવાનગી આપીશ નહી.
હું જાણું છું કે, મારી માર્ગ સુરક્ષા પ્રત્યેની નાની ભૂલ મારા પરિવાર, રાષ્ટ્ર અને સમાજને નુકશાન કરી શકે છે.
માટે, હું માર્ગ સુરક્ષા નિયમો નું પાલન કરીને મારુ તથા અન્યોનું જીવન બચાવવા વચનબદ્ધ રહીશ.
જય માર્ગ સુરક્ષા
જય હિન્દ
વંદે માતરમ
Comments
Post a Comment