શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 4
● જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું ●
ભાદરવી પૂનમ સાથે જ કાલથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧6 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. આવતીકાલે પૂનમ અને એકમ બંનેનું શ્રાદ્ધ છે.
ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૃરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે. વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તે બાબત વિગતે જોઇએ. હા એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના ૧ર-૦૦થી ૧-૧પ વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.
પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું?
★ શ્રાદ્ધ:
તિથિ:
તારીખ:
★મહાલયા પ્રારંભ
ભાદરવા સૂદ પૂનમ
6 સપ્ટેમ્બર
★ એકમનું શ્રાદ્ધ
ભાદરવા વદ એકમ
7 સપ્ટેમ્બર
★ બીજનું શ્રાદ્ધ
ભાદરવા વદ બીજ
8 સપ્ટેમ્બર
★ ત્રીજનું શ્રાદ્ધ
ભાદરવા વદ ત્રીજ
9 સપ્ટેમ્બર
★ પાંચમનું શ્રાદ્ધ- ભરણી શ્રાદ્ધ
ભાદરવા વદ ચોથ (સાથે) પાંચમ
10 સપ્ટેમ્બર
★ છઠ્ઠનું શ્રાદ્ધ-કૃતિકા શ્રાદ્ધ
ભાદરવા વદ છટ્વ
11 સપ્ટેમ્બર
★ સાતમનું શ્રાદ્ધ
ભાદરવા વદ સાતમ
12 સપ્ટેમ્બર
★ આઠમનું શ્રાદ્ધ
ભાદરવા વદ આઠમ
13સપ્ટેમ્બર
★ નોમનું શ્રાદ્ધ /વિધવા નોમ
ભાદરવા વદ નોમ
14 સપ્ટેમ્બર
★ દસમનું શ્રાદ્ધ
ભાદરવા વદ દસમ
15 સપ્ટેમ્બર
★ અગિયારસનું શ્રાદ્ધ
ભાદરવા વદઅગિયારસ
16 સપ્ટેમ્બર
★ બારસનું શ્રાદ્ધ (સંન્યાસીઓનું શ્રાદ્ધ)
ભાદરવા વદ બારસ
17 સપ્ટેમ્બર
★ તેરસનું શ્રાદ્ધ (મધા શ્રાદ્ધ)
ભાદરવા વદ તેરસ
18 સપ્ટેમ્બર
★ અમાસનું શ્રાદ્ધ (અકસ્માતથી મૃત્યુ પામનારનું શ્રાદ્ધ)
ભાદરવા સૂદ ચતુર્દશી
19 સપ્ટેમ્બર
★ સર્વપિતૃ અમાવસ્યા
ભાદરવા અમાવસ્યા
20 સપ્ટેમ્બર
◆ ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ –
આ તિથિ નાના-નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
◆ પાંચમનું શ્રાદ્ધ –
આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.
◆ નોમનું શ્રાદ્ધ –
આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
◆ બારસનું શ્રાદ્ધ –
આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.
◆ ચૌદશનું શ્રાદ્ધ –
આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.
◆ સર્વ પિતૃમોક્ષ અમાસ–
કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.
【માન્યતા:-】
■ શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણની શાસ્ત્રોક્ત પરંપરા કેમ જરૂરી?
કાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે. તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે.
દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે. કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.
આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે. મૃત્યુ પામનાર કોઈ વડીલ કે આ’જન સાથેનો લૌકિક સંબંધ પુરો થઈ જાય છે પરંતુ તેમની સાથેનો સૂક્ષ્મ સંબંધ પુરો થતો નથી તેથી તેમનું ઋણ અદા કરવા માટે અને તેમની વંદના કરવા માટે જ આપણા ધર્મોએ શ્રાદ્ધને ખાસ મહત્વ આપ્યું છે.
:- સંકલિત માહિતી "આભાર સાથે"

Comments
Post a Comment